MALIYA (Miyana):માળીયા(મી)ના કાજરડા ગામે કૌટુંબિક સભ્યો વચ્ચે મારા મારી : પાંચ સામે ફરીયાદ નોંધાઈ

MALIYA (Miyana):માળીયા(મી)ના કાજરડા ગામે કૌટુંબિક સભ્યો વચ્ચે મારા મારી : પાંચ સામે ફરીયાદ નોંધાઈ
માળીયા(મી) તાલુકાના કાજરડા ગામે રહેતા અસગરભાઈ અલાઉદીનભાઈ બાબરીયા ઉવ.૨૪ દ્વારા પોલીસમાં ફરીયાદ આપવામાં આવી છે. જેમાં ફરીયાદી અસગરભાઈના કાકા આમદભાઈની દીકરીના લગ્ન ફરીયાદીની ફઈ શેરબાનુબેનના દીકરા સિકદર સાથે થયેલા હતા. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે મનમેળ ન રહેતા યુવતી પીયર આવી ગઈ હતી અને બાદમાં સિકદરે બીજા લગ્ન કરી લીધા હતા. આ બાબતે બંને પક્ષોમાં લાંબા સમયથી મનદુખ ચાલતું હતું અને પરસ્પર બોલચાલ બંધ હતી. તાજેતરમાં ફરીયાદીની ફઈ અને તેનો દીકરો સિકંદર કાજરડા ખાતે ઉર્ષમાં આવ્યા હતા અને તે સમયે તેઓ ફરીયાદીની દાદી રહીમાબેન જુસબભાઈ બાબરીયાના ઘરે ગયા હતા. આ મુદ્દે આરોપી સારબાઈ દોસમહમદભાઈ બાબરીયા અને આરોપી રેશમા સુલતાનભાઈ જેડા દ્વારા ફરીયાદીની દાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કરવામાં આવ્યો હતો. આરોપી સારબાઈએ દાદીને ધક્કો મારી નીચે પાડી દીધા હતા જ્યારે આરોપી રેશમાએ ધોકા વડે આંખના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી.આ દરમિયાન આરોપી દોસમહમદ જુસબભાઈ બાબરીયાએ ફરીયાદીને પેટના ભાગે છરીનો ઘા માર્યો હતો. ઉપરાંત હસનભાઈ ઉપર આરોપી સલેમાન ઉર્ફે ડાડો દોસમહમદ બાબરીયાએ છરી વડે પેટમાં એક ઘા અને પીઠના ભાગે બે ઘા મારી ગંભીર ઇજાઓ કરી હતી, જ્યારે આરોપી જાનમહમદ ઉર્ફે જાનો દોસમહમદ બાબરીયાએ ધારિયા વડે હસનભાઈની હાથની હથેળીમાં ઇજા પહોંચાડી હતી. આ હુમલામાં શરીરના અન્ય ભાગોમાં પણ નાની-મોટી ઇજાઓ થઈ હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. હાલ માળીયા(મી) પોલીસે આ તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.







