MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana:માળીયા (મીં.) વિસ્તારના ભોડીવાંઢ વિસ્તારમાં દેશી તમચા સાથે એક ઈસમ ઝડપાયો

MALIYA (Miyana:માળીયા (મીં.) વિસ્તારના ભોડીવાંઢ વિસ્તારમાં દેશી તમચા સાથે એક ઈસમ ઝડપાયો
માળીયા મીંયાણા વિસ્તારના ભોડીવાંઢ વિસ્તારમાં આવેલ મોટાપીરની દરગાહ પાસેથી એક ઇસમને દેશી બનાવટના તમંચા સાથે માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા પોલીસને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળેલ કે, માળીયા મીંયાણા વિસ્તારના મોટાપીરની દરગાહ પાસે માળીયાના ભોડી વાંઢ વિસ્તારના રહીશ સદામભાઇ હબીબભાઈ નોતીયાર (ઉ.વ.૩૩) રહે. માળીયા(મિ) ભોડી વાંઢ વિસ્તારવાળો શંકાસ્પદ રીતે આટાફેરા કરતો હોઇ જેથી આરોપીની ઝડતી કરતા તેની પાસેથી એક દેશી બનાવટનો તમંચો મળી આવેલ જે હથીયાર નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/-ના સાથે મળી આવતા આરોપી વિરૂદ્ધ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે હથિયાયારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.







