MORBI:મોરબીમાં જશ્ને ઈમામે હશન ર.અ. તથા મુજદ્દિદે અલ્ફે સાની ર.અ.ની યાદમાં શાનદાર કાર્યક્રમ

MORBI:મોરબીમાં જશ્ને ઈમામે હશન ર.અ. તથા મુજદ્દિદે અલ્ફે સાની ર.અ.ની યાદમાં શાનદાર કાર્યક્રમ
(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી જિલ્લાના પીરે તરીકત સૈયદ આલમ મિયા બાપુ કાદરીની ખાનકાહ પર જશ્ને ઈમામે હશન રદી અલ્લાહ તઆલા અનહુ તથા મુજદ્દિદે અલ્ફે સાની રદી અલ્લાહ તઆલા અનહુના મોકે પર શાનદાર ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મોરબી શહેર ખતીબ પીર અબ્દુલરસીદ બાપુના સહેજાદા પીર જીલ્લાની બાપુ, ઓલમા એ કિરામ તેમજ મોટી સંખ્યામાં મુરિદીન અને અહલેબેત હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆનથી કરવામાં આવી હતી, બાદમાં નાત-મનલકબત પેશ કરવામાં આવી હતી.
વિવિધ ઓલમાએ ઈમામે હશન ર.અ.ની ફઝીલત, તેમનો ત્યાગ તથા ઇસ્લામ માટે આપેલા યોગદાન અંગે રૂહપરવાજ ખિતાબ કર્યો હતો. તેમણે હાજરીને ઈમાનમાં મજબૂત રહેવા તથા અહલેબેતની મોહબ્બતમાં જોડાયેલા રહેવાનો સંદેશ આપ્યો હતો.અંતમાં સમૂહ દૂઆ બાદ પરંપરાગત તબરુક વિતરણથી કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો હતો.










