છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં સિકલસેલ એનિમિયા મુક્તિ મિશન’ અંતર્ગત વિદ્યાર્થીને ફોલિક એસિડની ગોળી પીવડાવવામાં આવી

મૂકેશ પરમાર નસવાડી
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ‘એનિમિયા મુક્તિ મિશન’ અંતર્ગત આદિજાતિ વિસ્તારમાંથી સિકલસેલ એનિમિયા નાબૂદ થાય એવા ધ્યેય સાથે કામ કરવા હાંકલ કરી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં એનિમિયા મુક્ત મિશન અંતર્ગત જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને ફોલિક એસિડની ગોળીઓ પીવડાવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અનીલ ધામેલીયાના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના તમામ સરકારી પદાધિકારીઓ અને અધિકારીઓ ઝુંબેશમાં જોડાયા હતા, જેમના સુપરવિઝન હેઠળ શાળાઓમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાને એનીમિયા મુક્ત બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી, નસવાડી, જેતપુરપાવી, કવાંટ, છોટાઉદેપુર અને સંખેડા તાલુકાઓની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને સિકલસેલ એનિમિયા વિશે સમજણ આપવામાં આવી હતી. સાથે શાળાના શિક્ષકોની હાજરીમાં તેમને ગોળી પીવડાવવામાં આવી હતી.




