MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyanaમાળીયા કચ્છ હાઈવે પર સુરજબારી બ્રિજ પાસે ત્રીપલ અકસ્માત સર્જાયો:બાદ આગ ફાટી નીકળતા ચારના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત

MALIYA (Miyanaમાળીયા કચ્છ હાઈવે પર સુરજબારી બ્રિજ પાસે ત્રીપલ અકસ્માત સર્જાયો:બાદ આગ ફાટી નીકળતા ચારના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત

 

 

મોરબી ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી જઈને ચાર ડેડબોડી બહાર કાઢીને સાત જેટલા ઈજાગ્રસ્તોને મોરબી હોસ્પિટલ ખસેડયા અકસ્માતના પગલે ટ્રાફીકજામ સર્જાયો હતો


મોરબી : મોરબી – કચ્છ નેશનલ હાઇવે ઉપર સુરજબારી પુલ નજીક હરિપર ગામ પાસે ગત મોડીરાત્રે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં કચ્છ તરફથી આવતું કન્ટેનર ડિવાઈડર કૂદી સામે આવતા ટ્રેઇલર સાથે ટકરાયું હતું અને બાદમાં એક અર્ટિગા કાર પણ આ અકસ્માતના ઝપટે ચડી જતા જોરદાર અકસ્માત બાદ આગ લાગતા બે બાળકો સહિત ચાર લોકોના બનાવ સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.આ અકસ્માતમાં અર્ટિગામાં બેઠેલા પાંચ બાળકો અને એક ડ્રાઇવરને બચાવી લેવામાં આવ્યા હતા કચ્છ હાઇવે ઉપર સર્જાયેલ વિચિત્ર અકસ્માતની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ સુરજબારી પુલ નજીક માળીયા મિયાણાના હરિપર ગામના પાટિયા પાસે ગત રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં કચ્છ તરફથી આવતો કન્ટેનર ટ્રક ડિવાઈડર કૂદી સામેથી આવતા ટ્રક ટ્રેઇલર સાથે અથડાતા આ ટ્રેઇલરની પાછળ આવી રહેલ અર્ટિગા કાર પણ ઝપટે ચડતા ત્રણ વાહનો વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા આગ ભભૂકી ઉઠી હતી.

બીજી તરફ અકસ્માત બાદ આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડને 10.40 કલાકે ઇમરજન્સી કોલ મળતાં ફાયર ટીમ બચાવ રાહત માટે દોડી ગઈ હતી.આ બનાવ અંગે મોરબી ફાયર બ્રિગેડના જયેશ ડાકાએ જણાવ્યું હતું કે, અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનોની ટક્કર બાદ આગ લાગતા અર્ટિગા વાહનમાં વેકેશનમાં જતા સાત બાળકો પૈકી બે બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. એ જ રીતે ટ્રક ટ્રેઇલરના ડ્રાઇવર અને ક્લીનર પણ આગમાં ભડથું થઈ જતા તેમની ઓળખ કરવી મુશ્કેલ બની હતી.અકસ્માતની જાણ થતા મોરબી ફાયર ટીમોએ વહેલી સવાર સુધી રાહત બચાવ કામગીરી કરી હતી

Back to top button
error: Content is protected !!