અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
શામળાજી મંદિર ખાતે શ્રી કૃષ્ણના જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી, શ્રી કૃષ્ણ ને ચાંદીના પારણે ઝુલાવ્યા : 4 કરોડના સુવર્ણ મુઘટ થી સુશોભીત શામળિયો શેઠ
ભગવાન શામળિયા મૂર્તિ સુવર્ણમય બની, શ્રી કૃષ્ણ ને 15 કિલો સોનાના અલંકાર થી સુશોભિત 4 કરોડની કિંમતનો શામળીયાને મોર પીંછ મુગટ સાથે કાનના કુંડળ પહેરાવવામાં આવ્યા સમગ્ર મૂર્તિ સુવર્ણથી સજ્જ જોતા ભક્તોએ અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી
અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રા ધામ શામળાજી મંદિર ખાતે શ્રી કૃષ્ણના જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે 12 ના ટકોરે 5252 માં શ્રીકૃષ્ણના જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી મંદિર પરિસર માં જય રણછોડ માખણ ચોર સાથે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું દિવસ દરમિયા મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું સાથે વહેલી સવારથી શામળિયાની મંગળા આરતી થી લઈ જન્મોત્સવ ની આરતી સુધી અવિરત ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નવયુવકો એ 108 મટકીઓ શોભાયાત્રા સાથે ફોડી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સાથે સાંજના સમયે લેસર શો ની પણ ઝાંખી ભક્તોએ નિહાળી હતી. શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ ની લઇ ભક્તો આતુર બન્યા હતા 12 ના ટકોરે મંદિર પરિસરમાં મટકી ફોડી તેમજ ફટાકડાની આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ખાસ મંદિરમાં યાત્રાધામ શામળાજી માં ભગવાનના જન્મોત્સવ ને લઇ 12 ના ટકોરે મંદિર ના દ્વાર ખુલ્યા હતા ભગવાનનો જન્મ થતા જ ભકતો હરખ ગેલા બન્યા હતા નંદ ગેર આનંદ ભયો ,જય કનૈયા લાલકી ના નાદ ગુંજ્યા હતા અને મંદિર ના પૂજારી દ્વારા શાલિંગ્રામ નો અભિષેક કરાયો હતો જેમાં ફક્ત શામળાજી વિષ્ણુ મંદિર માં જન્મોત્સવ બાદ શાલિગ્રામ ની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન કાળિયા ઠાકર ના જન્મોત્સવ ની આરતી કરવામાં આવી હતી