MALIYA (Miyana માળીયા (મી.)કંડલા હાઈવે રોડપર ઓનેસ્ટ હોટલ નજીકથી આઇસર ગાડીમા કતલખાને લઇ જવાતા ૧૫ પશુઓને બચાવી લીધા
MALIYA (Miyana માળીયા (મી.)કંડલા હાઈવે રોડપર ઓનેસ્ટ હોટલ નજીકથી આઇસર ગાડીમા કતલખાને લઇ જવાતા ૧૫ પશુઓને બચાવી લીધા
માળીયા કંડલા હાઈવે રોડ ઉપર ઓનેસ્ટ હોટલ નજીક આઇસર ગાડીમા ભરી લઈ જતા પશુ સાથે એક વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે ક્રાંતિ જ્યોત એપાર્ટમેન્ટ બ્લોક નં -૨૦૪ માં રહેતા નિકુંજભાઈ લલીતભાઈ ભુત (ઉ.વ.૩૧) એ આરોપી ઉમરભાઈ સાલમભાઈ મકવા (ઉ.વ.૪૫) ભવન નં -૪૫ વોર્ડ નં -૭ મેમણ બાર્લી મસ્જીદ પાછળ સવાસર નાકા બહાર અંજાર કચ્છવાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળી આઇસર ગાડી જેના રજીસ્ટર નં GJ-12-CT-2457 ના ઠાઠામા થી ભેંસ જીવ ૦૯ અને પાડરડા જીવ ૦૬ એમ કુલ ૧૫ (પંદર) જીવો આઇસરમા ક્રુરતા પુર્વક ભરી ટુકા દોરડાથી ખીચો ખીચ રીતે બાંધી બોલેરોમા ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા ન રાખી સક્ષમ અધિકારીનુ પાસ પરમીટ નહી રાખી જીવતા પશુ જીવ નંગ-૧૫ કિ.રૂ.૯૬,૦૦૦/- તથા આઇસર ગાડી કી.રૂ.૬, ૦૦, ૦૦૦/- મળી એમ કુલ કિ.રૂ.૬, ૯૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પશુઓની હેરાફેરી કરી મળી આવતા આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.