MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana) :માળીયા (મી.) માણબા ગામે રહેણાંક મકાનમાંથી બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો
માળીયા (મી.) માણબા ગામે રહેણાંક મકાનમાંથી બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો
માળીયા મીયાણા તાલુકાના માણબા ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી બીયર ટીન ૩૬ કિં રૂ. ૭૯૨૦ નાં મુદામાલ સાથે આરોપીને માળીયા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા મીયાણા તાલુકાના માણબા ગામે રહેતા આરોપી નિલેશભાઈ દેવશીભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૨૫) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૩૬ કિં રૂ. ૭૯૨૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.