MALIYA (Miyana):માળીયા મીયાણા તાલુકાના સાત ગામોએ વાસુકી સિમેન્ટ પ્રાઈવેટ લિમિટેડને પ્લાન્ટ સામે વિરોધ નોંધાવ્યો

MALIYA (Miyana):માળીયા મીયાણા તાલુકાના સાત ગામોએ વાસુકી સિમેન્ટ પ્રાઈવેટ લિમિટેડને પ્લાન્ટ સામે વિરોધ નોંધાવ્યો
માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે નિર્માણ પામી રહેલા સિમેન્ટ પ્લાન્ટ સામે અનેક ગામોએ વિરોધ નોંધાવ્યો છે. આ પ્લાન્ટના કામને તાત્કાલિક ધોરણે અટકાવવા વર્ષામેડી, વવાણીયા, ચમનપર, નાનાભેલા, ભાવપર, બગસરા, મોટાભેલા ગ્રામ પંચાયતોએ ઈન્ચાર્જ પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, લેખિતમાં રજૂઆત કરી
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વર્ષામેડી ગામે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા મેસર્સ વાસુકી સિમેન્ટ પ્રાઈવેટ લિમિટેડને સિમેન્ટ પ્લાન્ટ બનાવવા માટેની મંજુરી આપેલ છે. જેનું કામ હાલ મેસર્સ વાસુકી સિમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જે પ્લાન્ટની આસપાસના ગામોના વિસ્તારના લોકો ખેતી, માછીમારી તથા પશુપાલન કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે.આ સિમેન્ટ પ્લાન્ટની આસપાસ જંગલ વિસ્તાર તથા દરિયાઈ વિસ્તાર આવેલ છે. જેમાં ઘણા બધા વન્ય પ્રાણી તથા જળચર પ્રાણીઓ નિવાસ કરે છે.આ સિમેન્ટ પ્લાન્ટ શરૂ કરવા અંગે મેસર્સ વાસુકી સિમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા લોક સુનવણી તા.૧૭/૦૯/૨૦૨૫ ના રોજ રાખેલ છે. જે અંગેની અમોને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી.
જો આ સિમેન્ટ પ્લાન્ટ શરૂ થાય તો માળિયા તાલુકાના ખેતી, માછીમારી તથા પશુપાલન ઉપર નિર્ભર લોકોને આર્થિક રીતે મોટુ નુકશાન થાય તેમ છે. તેમજ આસપાસના તમામ ગામલોકોની રોજીરોટી છીનવાઈ જાય તેમ છે અને લોકોના આરોગ્યને નુકશાન થાય તેમ છે. પ્લાન્ટ શરૂ થવાથી જ આસપાસના વન્ય પ્રાણી તથા જળચર પ્રાણીઓનો નાશ થવાની સંભાવના છે.વધુમાં ભારત સરકાર પર્યાવરણ તથા જંગલને બચાવવા માટે કરોડો રૂપિયાની જોગવાઈઓ આપણા બજેટમાં કરવામાં આવે છે. ત્યારે આવા પ્રાજેકટને મંજુરી આપી પર્યાવરણ તથા જંગલને નષ્ટ કરવા માટેના પ્રયાસો કરતી કંપનીઓને આ વિસ્તારમાં શરૂ કરવી કેટલા અંશે યોગ્ય…?જેથી ઉપરોક્ત અમારી રજુઆતને ધ્યાને લઈ મેસર્સ વાસુકી સિમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા થતાં સિમેન્ટ પ્લાન્ટને તાત્કાલીક ધોરણે અટકાવવા જો આ સિમેન્ટ પ્લાન્ટને તાત્કાલીક ધોરણે અટકાવવામાં નહી આવે તો ના છુટકે અમારે જન આંદોલન ચિમકી ઉચ્ચારવામાં આવી છે..







