પટેલ બ્રિજેશકુમાર , નેત્રંગ
તા.૦૯/૦૮/૨૦૨૪
૯મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની નેત્રંગ તાલુકા મથક ખાતે ભાજપ,આપ,કોંગ્રેસ તેમજ અન્ય સામાજીક સંસ્થાઓના કાર્યકરો સહિત તાલુકાના ગામે ગામ થી વહેલી સવાર થીજ આદિવાસી ભાઈઓ,બહેનો,યુવાનો, નાના બાળકો ઉજવણી ને લઇ ને પરંપરાગત વસ્ત્રો પરીઘાન કરી ઢોલનગારા સાથે ઉમટી પડ્યા હતા. નેત્રંગ ટાઉનમા બેન્ડ અને ડીજે ના તાલે ત્રણ રેલી નિકળી હતી.
જેના એક જય જોહાર ગુપની રેલી જુના નેત્રંગ વિસ્તાર માંથી યોજાઈ હતી. તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ચાર રસ્તા ખાતે થી ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાને ફલહાર કરી રેલી નેત્રંગ નગરમા ફરી હતી. જેમાં ડેડીયાપાડાના આપના ઘારાસભ્ય ચૈતર વસાવા, કોંગ્રેસ ના શેરખાન પઠાણ,સંદિપ માંગરોળા વિગેરે અગણીઓ જોડાયા હતા.
ભાજપની રેલી જીન કમ્પાઉન્ડથી નિકળી ચાર રસ્તા ખાતે પહોચી હતી જયા ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા ને ફલહાર અર્પણ કરવામા આવ્યા હતા. ભારે માનવ મેદની સાથે તમામ રેલી નિકળી હતી, આ ઉજવણી નિમિતે જીલ્લા સાંસદ મનસુખ વસાવા, માજી ઘારાસભ્ય મહેશ વસાવા,તાલુકા પંચાયત પ્રમુખ વશુધાબેન વસાવા,
વિશ્વ આદિવાસી દિવસે ને લઇ ને નેત્રંગ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ આર.કે.દેસાઈ તેમજ સ્ટાફ ખડેપગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત
કર્યો હતો.