MALIYA (Miyana) :માળીયાના ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલનું ધોરણ -10 માં A1 ગ્રેડ સાથે શાળાનું 83.72 % પરિણામ

MALIYA (Miyana) :માળીયાના ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલનું ધોરણ -10 માં A1 ગ્રેડ સાથે શાળાનું 83.72 % પરિણામ
માળીયા: માળીયા તાલુકાના ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ – 10 ની ફેબ્રુ./ માર્ચ- 2025 મા લેવાયેલ બોર્ડની પરીક્ષાનું શાળાનું 83.72 % જેટલું ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે.
આજે જાહેર થયેલ ધોરણ 10 ના પરિણામમાં હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી અંતરિયાળ વિસ્તારના નાના એવા વેજલપર ગામની રાઠોડ એશુબા હિતેન્દ્રસિંહ નામની છાત્રાએ 600 માથી 556 ગુણ, 97.99 PR સાથે A 1 ગ્રેડ મેળવીને પોતાના પરિવાર, વેજલપર ગામ અને ખાખરેચી હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આ છાત્રાએ A 1 ગ્રેડ મેળવીને ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થાય છે અને સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનો
સમાજને રાહ ચિંધ્યો છે.
આ સાથે શાળાના અને છાત્રાના ઉત્કૃષ્ટ પરિણામ બદલ તમામ વિદ્યાર્થીઓની મહેનતને અને તમામ સ્ટાફગણની મહેનતને શાળાના આચાર્યશ્રી મેહુલભાઈ ભોરણીયા એતથા ગામના સરપંચશ્રી, તમામ સદસ્ય, સામાજિક આગેવાનો અને તમામ ગામલોકોએ બિરદાવીને શુભકામના સાથે અભિનંદન પાઠવ્યા હતા.







