MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana) માળીયા (મી.) અને ખાખરેચી ગામે બે વરલી મટકાનો જુગાર રમતાં બે ઝડપાયા

MALIYA (Miyana) માળીયા (મી.) અને ખાખરેચી ગામે બે વરલી મટકાનો જુગાર રમતાં બે ઝડપાયા
માળીયા મિયાણા પોલીસે જુના ખાખરેચી ગામે જુના બસસ્ટેન્ડ નજીકથી આરોપી અવચરભાઇ હમીરભાઇ ધામેચા રહે-ખાખરેચી ગામ નામના શખ્સને જાહેરમાં બોલપેન તથા ડાયરી વડે હારજીતનો વર્લીફીચરનો જુગાર રમાડતા ઝડપી લઈ રૂપિયા ૪૩૦ રોકડા કબ્જે કર્યા હતા. જયારે બીજા દરોડામાં માળીયા મિયાણાના વાગડીયા ઝાંપા નજીકથી આરોપી અનવરભાઈ હુસેનભાઈ ખોડ, રહે માળીયા, ખોડવાસ નામના શખ્સને જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૪૯૦ કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.







