બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રોજેક્ટ આઉટ સ્કેલિંગ ઓફ નેચરલ ફાર્મિંગ થ્રુ કેવીકે અંતર્ગત કેવીકે ચાસવડ દ્વારા પ્રાકૃતિક ખેતીની ઍક દિવસીય તાલીમ યોજાય જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિસ્તરણ વિષયના વિષય નિષ્ણાંત હર્ષદ એમ. વસાવા દ્વારા ખેતી પાકોમાં જીવાત નિયત્રણ માટે અગ્નિઅસ્ત્ર દવા કઈ રીતે બાનવવી અને ખેતી પાકોમાં જીવાત નિયંત્રણ માટે કેવી રીતે ઉપયોગ કરવો તેનો પ્રેક્ટિકલ બતાવી સમજ આપી જેથી આ દવા બહેનો સહેલાઈ થી બનાવી શકે અને તેનું વેચાણ કરી આવકનો સ્ત્રોત પણ ઊભો કરી શકે. આ તાલીમમાં ૧૦ જેટલી સખી મંડળની ૬૦ થી વધુ ખેડૂત બહેનો જોડાય અને સંકલ્પ પણ કર્યો કે વધુ પડતા રાસાયણિક ખાતરો અને જતુંનાશક દવાઓનો ઉપયોગથી જમીન, પર્યાવરણ,માનવજીવન પર ગંભીર અસર સર્જાય છે તેને રોકવા માટે પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર કરી અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપશે.