MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયા( મી.) ખાખરેચી ગામે વીજલાઈન નાખવા મુદ્દે ખેડૂતોએ બીજા દિવસે વિરોધ નોંધાવ્યો

માળિયા( મી.) ખાખરેચી ગામે વીજલાઈન નાખવા મુદ્દે ખેડૂતોએ બીજા દિવસે વિરોધ નોંધાવ્યો‌ આજે પણ સ્થાનિક ખેડૂતો અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. બીજી તરફ પંચરોજ કામ વગર કંપનીએ કામ શરૂ કરી દીધું હોય ખેડૂતોએ કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ લેવાની માંગ પણ કરી છે.

 

 

Oplus_131072

માળીયા મીયાણાના ખાખરેચી ગામમાં પ્રાઇવેટ વીજ કંપનીના અધિકારીઓએ ખેડૂતોનો વિરોધ હોવા છતાં પોલીસના જોરે બળજબરીથી ગઈકાલથી કામ ચાલુ કર્યું છે. ગઈકાલે વિરોધ બાદ આજે પણ ખેડૂતોએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો છે. આજે પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે ચકમક ઝરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે મામલતદાર કે નાયબ મામલતદાર દ્વારા પંચરોજ કામ કરવામાં આવ્યું નથી. તેમ છતાં કંપનીએ ગઈકાલથી કામ શરૂ કરી દિધુ છે.વળતા જવાબમાં પોલીસે કહ્યું કે મામલતદાર થોડી વારમાં આવશે. એ જે કહે તે પ્રમાણે થશે. ખેડૂતોએ કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ લેવાનો આગ્રહ કર્યો તો પોલીસ દ્વારા સીધી કોર્ટમાં જ ફરિયાદ કરવાનું કહેવામાં આવ્યું હતું. બીજી તરફ ખેડૂતોએ જણાવ્યું કે કંપની દ્વારા શરતોનું ઉલ્લંઘન કરી સાવ ઓછું વળતર આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. પણ જ્યાં સુધી પૂરું સંતોષકારક વળતર નહિ મળે ત્યાં સુધી વિરોધ યથાવત જ રહેશે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!