MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળિયા (મી.) પોલીસની મોટી કાર્યવાહી: વેણાસર ગામની સીમમાંથી ૧.૦૫ લાખનો દેશી દારૂ અને કેફી પ્રવાહી ઝડપાયું

MALIYA (Miyana):માળિયા (મી.) પોલીસની મોટી કાર્યવાહી: વેણાસર ગામની સીમમાંથી ૧.૦૫ લાખનો દેશી દારૂ અને કેફી પ્રવાહી ઝડપાયું
માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વેણાસર ગામની સીમમાં પવનચક્કી પાસે આવેલ વોકળાના કાંઠે દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસને સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો ૧૮૦૦ લીટર આથો (કિંમત રૂ. ૪૫,૦૦૦) અને ૩૦૦ લીટર કેફી પ્રવાહી (કિંમત રૂ. ૬૦,૦૦૦) મળી આવ્યું હતું.
પોલીસે કુલ રૂ. ૧,૦૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, પોલીસના દરોડા દરમિયાન આરોપી આમીન ઉર્ફે ટકી ઈસ્માઈલ મોવર (રહે. વેણાસરની સીમ) નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.








