GUJARATSINORVADODARA

સાધલી ગ્રામ પંચાયતના ત્રણ સદસ્યો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ના સર્વે નો અરજી આપી વિરોધ કર્યો

સદસ્યો ની ગેરહાજરી માં સર્વે કર્યો હોવાય ફરીથી એમની હાજરી માં સર્વે કરવામાં આવે જેવી માંગ.... ઉપલી કચેરી દ્વારા તપાસ કરાય તો પ્રધાન મંત્રી આવાસ યોજના માં મોટો છબરડો બહાર આવી શકે છે....

ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ના આવાસો ફાળવવા બાબતે સાધલી ગ્રામ પંચાયતનાજ વોર્ડ નંબર-૭ ના મહિલા સદસ્યા આશા બેન મુકેશ ભાઈ વસાવા.વોર્ડ નંબર-૮ ના સદસ્ય નગીન ભાઈ ત્રિભોવન ભાઈ વણકર તેમજ વોર્ડ નંબર-૧૦ ના સદસ્ય ધર્મેશ ભાઈ જયંતી ભાઈ વસાવા દ્વારા સાધલી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી ને લેખિત માં અરજી કરી જણાવ્યું હતું કે હાલ સરકાર શ્રીની પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ જે આવાસો એમના વોર્ડ માં ફાળવવામાં આવ્યા છે એ વોર્ડના સદસ્યોની જાણ બહાર સર્વે કરવામાં આવ્યો છે.
તેમજ પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ આવાસો નો જેતે વોર્ડ ના સદસ્યોને હાજર રાખી ફરીથી સર્વે કરવામાં આવે જેથી જરૂરિયાત લાભાર્થી આવાસના લાભથી વંચિત ના રહી જાય અને આમ નહીં કરવામાં આવે તો આનો અમે સાધલી ગ્રામ પંચાયતના ત્રણ સદસ્યો વિરોધ કરી ઘટતી કાર્યવાહી કરીશું.
વાત કરીએ તો વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રજા ને વચન આપવામાં છે કે ભારત દેશ માં કોઈ પણ પરિવાર ભૂખુ નહીં સૂવે અને દરેક બે ઘર પરિવાર ને પોતાનું ઘર આપવામાં આવશે.
જ્યારે સાધલી ગામે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના સૂત્ર ને વહીવટ કર્તાઓ ગોળીને પી જતા હોય એમ લોક ચર્ચાએ જોર પકડ્યું છે.
પ્રધાન મંત્રી આવાસ યોજના ના જરૂરિયાત મંદ પરિવાર લાભ થી વંચિત રહી જાય છે જ્યારે જેને આવાસ ની જરૂર ન હોય એવા લોકો ને વચેટિયાઓ કટકી ખાઇને લાભ આપવામાં આવતો હોય એવી લોક ચર્ચાએ સમગ્ર પંથકમાં જોર પકડ્યું છે.
ઉલ્લેખનીય છેકે હાલ તો સાધલી ગ્રામ પંચાયતના ત્રણ સભ્યોએ સાધલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તેમજ સરપંચ શ્રી ને અરજી આપી પ્રધાન મંત્રી આવાસ યોજનામાં છબરડા હોવાનું જણાવ્યું છે.
જ્યારે ઉચ્ચ કચેરીના અધિકારીઓ દ્વારા સાધલી ગ્રામ પંચાયતમાં તપાસ કરવામાં આવે તો મોટો છબરડો બહાર આવી શકે છે એવી લોક માંગ ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!