MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા (મી.) પોલીસનો સપાટો: ચીખલી ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર રેઇડ

MALIYA (Miyana):માળીયા (મી.) પોલીસનો સપાટો: ચીખલી ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર રેઇડ

 

માળીયા (મી.) ચીખલી ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર રેઇડ કરી ​૪.૧૦ લાખનો મુદ્દામાલ અને બોલેરો ગાડી જપ્ત; એક શખ્સ સામે ગુનો દાખલ



માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરીને ચીખલી ગામની સીમમાં ચાલતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી દારૂ, આથો અને વાહન સહિત કુલ રૂપિયા ૪,૧૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.​ચોક્કસ બાતમીને આધારે કાર્યવાહી ​મળતી માહિતી મુજબ, માળીયા મીયાણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે ચીખલી ગામની સીમમાં આવેલા કરાડીયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા સ્થળ પર દારૂ બનાવવાનું મોટું નેટવર્ક મળી આવ્યું હતું.
​પોલીસ રેઇડ દરમિયા દારૂ ૨૦૦ લીટર ​દારૂ બનાવવાનો કાચો આથો ૨૮૦૦ લીટર ​વાહન: એક બોલેરો પીકઅપ ગાડી
​કુલ કિંમત: ₹૪,૧૦,૦૦૦/- આરોપી વિરુદ્ધ માળીયા પોલીસે ચીખલી ગામના જ રહેવાસી કાસમભાઇ અબ્દુલભાઇ સામતાણી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!