GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા (મી.) પોલીસે વેજલપર, વર્ષોમેડી અને માળીયા શહેરમાં જુગારના અલગ અલગ ત્રણ દરોડા 6 ઝડપાયા ૩ નાસી ગયા

MALIYA (Miyana):માળીયા (મી.) પોલીસે વેજલપર, વર્ષોમેડી અને માળીયા શહેરમાં જુગારના અલગ અલગ ત્રણ દરોડા 6 ઝડપાયા ૩ નાસી ગયા

 

 

માળીયા મિયાણા પોલીસે વેજલપર ગામે દરોડો પાડી આરોપી મનસુખભાઇ ચતુરભાઇ ઝીઝુંવાડીયા અને અરવીંદ ઉર્ફે પીન્ટુ પ્રભુભાઇ સાંતલપરાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3720 અને એક ટોર્ચ કિંમત રૂપિયા 100 મળી 3820નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આરોપી અજયભાઇ દુર્લભજીભાઇ ગડેશીયા, પ્રદીપભાઇ મનહરભાઇ દેગામા અને યોગીભાઇ મયુરભાઇ ગૌસ્વામી નાસી જતા પાંચેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં માળીયા પોલીસે માળીયા શહેરમા જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી સમીર ઉમરભાઈ મોવર રહે. માળીયા વાળાને રોકડા રૂપિયા 650 અને વરલીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો અને ત્રીજા દરોડામાં પોલીસે વર્ષામેડી ગામે દરોડો પાડી આરોપી લતીફભાઇ રસુલભાઇ માણેક, યાસીનભાઇ હુસેનભાઇ મોવર અને અનવરભાઇ હુસેનભાઇ ખોડને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1230 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Back to top button
error: Content is protected !!