MALIYA (Miyana):માળીયા તાલુકા ના અગ્રણી આમ આદમી પાર્ટી માં જોડાયા
આમ આદમી પાર્ટી માળીયા ટીમ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ માં સૈયદ કુરબાન શાહ હુશેનશા બાપુ આગેવાની હેઠળ માળીયા તાલુકા ના અગ્રણી આમ આદમી પાર્ટી માં જોડાયાં
મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા ના માર્ગદર્શન હેઠળ માળીયા શહેર પ્રમુખ જેડા તૈયબ જુસબ , માળીયા શહેર ઉપપ્રમુખ જેડા અલ્તાફ હુશેન અને માળીયા શહેર મહામંત્રી કટીયા રિઝવાન ભાઈ તથા માળીયા શહેર ટીમ દ્વારા આમ આદમી પાર્ટીનું સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં ભારત ના પુર્વ વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડો.મનમોહન સિંહ ના આત્મા ને શાંતિ માટે ૨ મીનીટ મોન પાડ્યું હતું અને આ પ્રસંગે જેમાં કચ્છ – મોરબી ઝોન પ્રભારી અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટ,મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ વિરમગામા, મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા, મોરબી તાલુકા પ્રમુખ જલ્પેશભાઈ ધોડાસરા, આમ આદમી પાર્ટી ના પ્રવક્તા શૈલેષભાઈ જીવાણી હાજર રહ્યા હતાં જે સમયે આમ આદમી પાર્ટી ની વિચારધારા થી પ્રેરિત થઈને ધર્મગુરુ સૈયદ કુરબાન શાહ હુશેનશા બાપુ ની આગેવાની હેઠળ માળીયા તાલુકા આગેવાનો એવાં સંધવાણી અબ્બાસભાઈ, સંધવાણી ફતેમામદભાઈ ,જામ ફારુક,જામ ઈનુશ,કટીયા ઈનુશ,બાઈગાલી અનવર,બાઈગાલી ફિરોઝ, પટેલ બાબરીયા,હસન નુરમામદ,કટીયા કાસમ,કટીયા રહીમ,સામતાણી તૈયબ તથા અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આ તમામ કાર્યકરોએ પોતાના ધર્મગુરુ ને ૩૦ -૩૦ નવા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડવા વચન આપ્યું છે. ધર્મગુરુ દ્વારા માળીયા નગરપાલિકા જીતવા માટે રણનીતિ ઘડવા માટે હાકલ કરી હતી…