
રાજપારડી ખાતે RPL કંપની દ્વારા નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
સેન્ચ્યુરી એન્કા લિમિટેડ (યુનિટ – રાજશ્રી પોલિફિલ) ની દ્વારા તેની સી.એસ.આર યોજના હેઠળ તથા સેવા રૂરલના સહયોગથી_ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી સ્થિત ડીપી શાહ વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે નિશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 61 મોતિયાના ઓપેરેશનવાળા દર્દીઓ નિદાન થયા જે માથી કુલ 33 મોતિયાના ઓપેરેશનવાળા દર્દીઓ સેવા રૂરલ હોસ્પિટલ લય જવાયા ,કુલ 217 ચશ્મા ની જરૂરિયાત વાળા દર્દીઓ મળી કુલ 301 આંખના વિવિધ તકલીફવાળા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પના આયોજનના કારણે રાજપારડી ગામના આજુબાજુના આશરે 20 થી 25 ગામડાઓના ગરીબ દર્દીઓને ઘણી રાહત સાંપડી હતી.
ઈરફાન ખત્રી
રાજપારડી




