MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા(મી.)ત્રણ રસ્તા નજીક કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો 

 

MALIYA (Miyana):માળીયા(મી.)ત્રણ રસ્તા નજીક કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો

 

 

માળીયા(મી)માં આવેલ ત્રણ રસ્તા નજીક આઈ-૨૦ કારમાં દેશી દારૂ લઈ નીકળેલ મોરબીના એક શખ્સની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે.

માળીયા(મી) પોલીસ ટીમ વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન કચ્છ તરફથી આવતી નંબર પ્લેટ વગરની આઈ-૨૦ કારને રોકી તેની તલાસી લેવામાં આવી હતી, ત્યારે કારની પાછળની સીટમાં પ્લાસ્ટિકના બાચકામાં ૧૮ લીટર દેશી દારૂનો જથ્થો કિ.રૂ.૩,૬૦૦/-મળી આવ્યો હતો, જેથી તુરંત કાર-ચાલક આરોપી ધનરાજસિંહ સાંતુભા મકવાણા ઉવ.૨૫ રહે. મોરબી વાવડી રોડ શ્રીજી પાર્ક વાળાની અટક કરવામાં આવી હતી, આ સાથે પોલીસે દેશી દારૂ તથા કાર મળી કુલ કિ.રૂ. ૨,૫૩,૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી, પકડાયેલ આરોપી સામે માળીયા(મી) પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!