MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયા (મિયાણા) નાં વેજલપર નજીક ટ્રેક્ટરે ડબલ સવારી મોટર સાઈકલને હડફેટે લેતા મહિલાનું મોત!

 

MALIYA (Miyana):માળિયા (મિયાણા) નાં વેજલપર નજીક ટ્રેક્ટરે ડબલ સવારી મોટર સાઈકલને હડફેટે લેતા મહિલાનું મોત!

 

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)

માળિયા (મિયાણા) તાલુકા નાં મંદરકી ગામેથી કૌટુંબિકભાઈ ની અંતિમ વિધિ કરી પરત ખાખરેચી ગામે પાછા ફરતા દિયર-ભાભીના મોટર સાઈકલને વેજલપર થી ધાટીલા વચ્ચે રોડ પર ટ્રેક્ટરના ચાલકે હડફેટે લેતા ભાભીનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા (મિયાણા) પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


પ્રાપ્ત થયેલી વિગત મુજબ માળિયા (મિયાણા) તાલુકાનાં ખાખરેચી ગામે રહેતા મુન્નાભાઈ વિઠ્ઠલભાઈ સુરાણી એ માળિયા (મિયાણા) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇ તારીખ ૧૩-૨ નાં રોજ તે તથા તેમના ભાભી હંસાબેન ઉર્ફે સોનીબેન મોટર સાઈકલ જીજે ૩૬ એએન ૨૮૩૪ લઈને મંદરકી ગામે કૌટુંબિકભાઈ ભરતભાઈ નાં અવસાન થયેલ હોય જેથી અંતિમવિધિ માટે ગયેલ હોય બાદમાં સાંજના સુમારે પરત ફરતા વેજલપરથી ઘાટીલા વચ્ચે પહોચતા સામેથી એક રેતી ભરેલ ટ્રેક્ટર જીજે ૩૬ એએલ ૩૯૮૮ ના ચાલકે પોતાનું ટ્રેક્ટર પુર ઝડપે ચલાવી અચાનક ખાડો તારવવા જતા ટ્રેક્ટર મોટર સાઈકલ સાથે અથડાવેલ જેથી મુન્નાભાઈને ગંભીર ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો હંસાબેન ઉર્ફે સોનીબેનને ગંભીર ઇજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા (મિયાણા) પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!