MALIYA (Miyana):માળિયા મિયાણા નજીક ગૌરક્ષકોએ 30 જેટલા પશુ ભરેલી આઇસર ઝડપી લીઘું
MALIYA (Miyana):માળિયા મિયાણા નજીક ગૌરક્ષકોએ 30 જેટલા પશુ ભરેલી આઇસર ઝડપી લીઘું
મોરબી- કચ્છ ગૌરક્ષક હિન્દુ યુવા વાહીની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદને બાતમી મળેલ કે કચ્છ બાજુથી એક આઇસરમાં પશુઓ ભરીને કતલ કરવાના ઈરાદે માળીયા થઈને રાજકોટ લઈ જવાના છે. જેના આધારે ગૌસેવકોએ વોચ ગોઠવી GJ 13 AW 7883 નંબરનું આઈસર રોકી ચેક કરતા તેમાં 30 ભેસ ક્રુરતાપૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલી ન શકે એવી રીતે બાંધેલા હતા. કોઈ પાસ પરપીન્ટ ન હતી.
વાહન સાથે રહેલા બે શખ્સોની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે નખત્રાણા બાજુથી આ પશુ ભરેલા હોય અને રાજકોટ હાજીના ઘરે કતલ કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. આ 30 પશુઓને બચાવી માળિયાના ખાખરેચી ગામના પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે.ગૌરક્ષકો દ્વારા વાહન અને બે આરોપીને માળીયા પોલીસ સ્ટેશન લઈ જઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કામગીરીમાં મો૨બી ગૌરક્ષક હિંદુ યુવા વાહીની, રાજકોટ ગૌરક્ષક જીવદયા, વિરમગામ ગૌરક્ષક જીવદયા, કચ્છ ગૌરક્ષક જીવદયા, લીંબડી ગૌરક્ષક જીવદયા, ચોટીલા ગૌરક્ષક જીવદયાના કાર્યકર્તાઓ જોડાયા હતા.