MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):મિશન નવભારત માળિયા તાલુકા યુવા શાખા દ્વારા ખાખરેચી ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

MALIYA (Miyana):મિશન નવભારત માળિયા તાલુકા યુવા શાખા દ્વારા ખાખરેચી ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

 

 

હાલ સરકારશ્રી દ્વારા વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમ યોજાય રહ્યા હોય મિશન નવભારત માળિયા તાલુકા યુવા શાખા દ્વારા શ્રી ખાખરેચી મિશ્ર પ્રાથમિક શાળા ખાતે ઉપરોક્ત સંદર્ભે વિવિધ ફુલછોડ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષઉછેરની સમગ્ર જવાબદારી બંને શાળાના આચાર્ય શ્રી મિલનભાઈ કાવર તથા શ્રી શૈલેષભાઈ ગોસરા દ્વારા લેવામાં આવી જે ખુબ પ્રેરણાદાયી છે આ કાર્યક્રમ દરમિયાન મિશન નવ ભારત સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ અમુલભાઈ જોષી, મિશન નવ ભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી, ખાખરેચી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મહેશભાઈ પારેજીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મિશન નવ ભારત માળિયા તાલુકા યુવા શાખાના પ્રમુખ શ્રી તરુણભાઈ ગઢીયા, યુવા મહામંત્રી શ્રી સાગરભાઈ થડોદા, યુવા ઉપપ્રમુખ શ્રી જયદીપભાઈ પટેલ, યુવા મંત્રી યશપાલસિંહ રાઠોડે ભારે જહેમત ઊઠાવી હતી, મિશન નવભારત ની સમગ્ર ટીમ આવા પ્રેરણાદાયી કાર્ય કરી રહી છે ત્યારે ચોમાસા ની ઋતુ ને ખાસ ધ્યાને લઈ આજની યુવા પેઢી વિવિધ સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમ કરે અને તથા તેનો ઉછેર પણ કરે એવો સંદેશ પાઠવવામાં આવ્યો છે…

Back to top button
error: Content is protected !!