MALIYA (Miyana):મોબાઈલ હેલ્થ યુનિટ આમરણ દ્વારા માળીયાના બગસરા ખાતે અગરિયાઓના લાભાર્થે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.
MALIYA (Miyana):મોબાઈલ હેલ્થ યુનિટ આમરણ દ્વારા માળીયાના બગસરા ખાતે અગરિયાઓના લાભાર્થે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.
મોબાઈલ હેલ્થ યુનિટ આમરણ દ્વારા તારીખ ૧૯/૦૩/૨૦૨૫ ના રોજ બગસરાના જયદિપ સોલ્ટ ખાતે અગરિયા વિસ્તારના પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના માર્ગદર્શન હેઠળ અને અગરીયા હિત રક્ષક મંચના સહયોગ થી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને દર્દીઓ માટે બીપી ની તપાસ, સુગરની તપાસ, પ્રસુતિ ની તપાસ મેલેરિયા ની તપાસ, ટીબી ની તપાસ, હિમોગ્લોબિન ની તપાસ કરવામાં આવી હતી આ કેમ્પમાં ૧૪૨ જેટલા અગરીયા ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો આ કેમ્પમાં અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સેવા આપવામાં આવી હતી.આ કેમ્પને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર. એન. કોટડીયા મેડિકલ ઓફિસર ડો. જાગૃતિ આર. ગાંભવા, ડો. વિપુલ કારોલીયા તથા આયુષ મેડિકલ ઓફિસર ડો. અલ્પેશ એમ દરજી, એમ.પી.એચ. ડબલ્યુ. મિહિર ગોસાઈ અને અગરીયા હિત રક્ષક મંચના મારુતસિંહ બી. બારૈયા તથા જયદિપ સોલ્ટ દ્વારા વિશેષ સહયોગ આપ્યો હતો.