BANASKANTHAGUJARATPALANPUR
જી. ડી. મોદી વિધાસંકુલ ખાતે ગ્રંથાલય ઓરિએનટેશન પ્રોગ્રામ અને ટ્રેનિગ યોજાઈ
4 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી. ડી. મોદી વિધાસંકુલ ખાતે ગ્રંથાલય ઓરિએનટેશન પ્રોગ્રામ અને ટ્રેનિગ યોજાઈ. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત મધ્યસ્થ ગ્રંથાલય ખાતે કોલેજ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝ એમબીએ એમસીએ ના નવા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી ઓરિએનટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રોગ્રામમાં મધ્યસ્થ ગ્રંથાલયના ગ્રંથપાલ ડૉ. સમીર એમ. ચૌધરી એ વિદ્યાર્થીઓને ગ્રંથાલયની મુલાકાત, પુસ્તકોની ગોઠવણીની સમજ, વાંચનનું મહત્વ તેમજ વાંચન વિચાર વર્તુળ કાર્યક્રમની વિસ્તૃત સમજ આપી હતી.વિદ્યાર્થીઓને આધુનિક યુગ સાથે તાલ મિલાવવા ઇ-બુક્સ અને ઈ-રિસોર્સિસ ની માહિતી તેમજ કેવી રીતે ઉપયોગ કરવો તે અંગેની ટ્રેનિંગ આપી હતી. આખો કાર્યક્રમ સફળ રહ્યો હતો.