MALIYA (Miyana):માળીયા મીયાણાના લક્ષ્મીવાસ ગામમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો; ૬ શખ્સો ઝડપાયા

MALIYA (Miyana):માળીયા મીયાણાના લક્ષ્મીવાસ ગામમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો; ૬ શખ્સો ઝડપાયા
મોરબી જિલ્લાના માળીયા મીયાણા પોલીસ મથકના સ્ટાફે બાતમીના આધારે લક્ષ્મીવાસ ગામમાં સફળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે.
મળતી વિગતો મુજબ, માળીયા મીયાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે લક્ષ્મીવાસ ગામમાં રહેતા રાધવજીભાઇ શીવાભાઇ કાવરના મકાનમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મકાનમાંથી નસીબ આધારિત ‘અંદર-બહાર’નો જુગાર રમતા કુલ ૬ ઇસમો મળી આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ:૧. પ્રવીણભાઇ માવજીભાઇ કાવર (રહે. ચમનપર) ૨. ભરતભાઇ રામજીભાઈ મેણીયા (રહે. વવાણીયા) ૩. છેલાભાઇ પ્રભુભાઈ ખીમાણીયા (રહે. વવાણીયા, નાના કોળીવાસ) ૪. ચંદુલાલ પ્રભુલાલ ગામી (રહે. વવાણીયા) ૫. અમૃતભાઇ શીવાભાઇ કાવર (રહે. લક્ષ્મીવાસ) ૬. જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા (રહે. ભાવપર) પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા ૩૩,૭૬૦/- ની રોકડ રકમ કબજે કરી છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માળીયા મીયાણા પોલીસની આ કામગીરીથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.








