ઝાલોદ તાલુકાના લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાયપર ટેન્શન દિવસની ઉજવણી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. જેમા બ્લડ પ્રેશરને સચોટ રીતે માપો, તેને નિયંત્રિત કરો, લાંબુ જીવો!” થીમ સાથે હાઇપરટેન્શન દિવસની ૧ મહિનાની ઉજવણી માટે જનજાગૃતિ ઝુંબેશ પ્રવૃત્તિના ભાગ રૂપે, હાઇપરટેન્શનના સંચાલન અને સ્વસ્થ જીવન જીવવા માટે નિયમિત અને સચોટ બ્લડ પ્રેશર માપનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે.૩૦ થી વધુ દર્દીઓ માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું અને બધા માટે સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો હતો. સ્મિત કરો અને તમારા હૃદયને સ્વસ્થ રાખોના સુત્ર સાથે બધાએ સેલ્ફી લીધી હતી હાયપરટેન્શન ઘણા વખત તો કોઈ લક્ષણ બતાવતું નથી, તેથી તેને “મૌન હત્યારો પણ કહેવામાં આવે છે. જો લક્ષણો જણાય તો તેમાં આવી શકે છે.(૧) માથાનો દુખાવો (૨) થાક લાગવો (૩) ચક્કર આવવી (૪) દૃષ્ટિ ધૂંધળી થવી (૫)છાતીમાં દુખાવો પરિણામો: ઉચ્ચ બ્લડ પ્રેશર જો સમયસર નિયંત્રિત ન કરવામાં આવે તો નીચેના ગંભીર પરિણામો આવી શકે જેવા કે હાર્ટ એટેક,સ્ટ્રોક , કિડની ફેલ થવી ,દૃષ્ટિ ગુમાવવી જો તમારું બ્લડ પ્રેસર ૧૪૦/૯૦ mmHg કે તેથી વધુ છે, તો તેને ગંભીરતાથી લેવા જેવી જરૂર છે.સારવાર અને નિયંત્રણ:મીઠું ઓછું ખાવું (દિવસે ૫ ગ્રામથી ઓછી) ,દૈનિક ૩૦ મિનિટ વ્યાયામ, તણાવ દૂર રાખવો ,ધૂમ્રપાન/દારૂ બંધ કરવો ,નિયમિત દવાઓ લેવો ,નિયમિત બ્લડપ્રેશર ચકાસવું ખોરાક અને લોહીનું ઉંચુ દબાણ (બ્લડ પ્રેસર) લીમડી ખાતે યોજાયેલા હાયપરટેન્શન દિવસની ઉજવણીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ સહભાગી બની કાર્યક્રમ સફળ બનાવ્યો હતો
«
Prev
1
/
110
Next
»
પ્રદૂષણ મામલે 'બહેરા-મૂંગા' તંત્રને જગાડવા માટે હવે ખેડૂતોએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું
પિતા દ્વારા સગીર દિકરી ઉપર કરેલ દુષ્કર્મ બનાવમાં આરોપી પિતાને ગણતરીના કલાકોમાં પકડી પાડતી પોલીસ
Gujarat CM ભૂપેન્દ્ર પટેલે Morbiમાં NAMO વનની મુલાકાત લીધી