MALIYA (Miyana):માળિયાના દહીંસરા ગામના હત્યા કેસમાં આરોપીનો શરતી જામીન પર છુટકારો
MALIYA (Miyana):માળિયાના દહીંસરા ગામના હત્યા કેસમાં આરોપીનો શરતી જામીન પર છુટકારો
માળિયા તાલુકાના દહીંસરા ગામે થયેલ હત્યા કેસમાં આરોપીનો શરતી જામીન પર છુટકારો થયો છે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે ઘરમાંથી શેરીમાં પાણી નીકળતું હતું જેનું મનદુઃખ રાખી આરોપીઓ સુરેશભાઈએ ફરિયાદીના પતિને લોખંડ પાઈપ વતી માથાના ભાગે ઈજા કરી આરોપી અરુણભાઈએ હાથમાં રહેલ લાકડાના ધોકાથી પતિના વાસાના ભાગે મારી ઈજા કરી તેમજ આરોપી અશોકભાઈએ લાકડીથી પતિને શરીરના ભાગે ઘા મારી ઈજા કરી ફરિયાદીના પિતા ત્યાં આવી જતા ફરિયાદીના પતિને માર મારવાથી બચાવવા જાતે આરોપી વિજયે હાથમાં રહેલ લાકડી વડે ફરિયાદીના પિતાને કપાળના ભાગે મારી ઈજાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી લાકડી અને લોખંડના જીવલેણ ઘા કરી હત્યા કરી હતી માળિયા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં આરોપી વિજય અવચર ઇન્દરીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી આરોપી તરફે એડવોકેટ મારફત દલીલ કરવામાં આવી હતી કે મરણજનારને આરોપીએ કોઈ માર માર્યો હોય તેમ નથી અને આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી કે ગુનો કરવા ટેવાયેલ નથી ધારદાર કાયદાકીય દલીલો કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને શરતી જમીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે
જે કેસમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી મોઘરીયા, મોરબીના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા, જીતેન ડી અગેચણીયા, કુલદીપ ઝીન્ઝુંવાડિયા, રવિ ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા