MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):કોંગ્રેસનો સાદગીભર્યો શંખનાદ: માળિયાની ૨૨-સરવડ બેઠક પરથી રિદ્ધિબેન રાજભાઈ હોથીએ ઉમેદવારી નોંધાવી.

 

MALIYA (Miyana):કોંગ્રેસનો સાદગીભર્યો શંખનાદ: માળિયાની ૨૨-સરવડ બેઠક પરથી રિદ્ધિબેન રાજભાઈ હોથીએ ઉમેદવારી નોંધાવી.

 

​માળિયા (મિયાણા): સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે માળિયા મિયાણાની ૨૨-સરવડ જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવાર તરીકે રિદ્ધિબેન રાજભાઈ હોથીના નામની જાહેરાત કરવામાં આવી છે. પક્ષ દ્વારા વિશ્વાસ મૂકવામાં આવતા આજે રિદ્ધિબેન રાજભાઈ હોથી દ્વારા વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવવામાં આવી હતી.


​વારસા અને સાદગીનો સંગમ નોંધનીય છે કે આ બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. આ બેઠક પરથી સતત ૧૫ વર્ષ સુધી સ્વ. કિશોરભાઈ ચીખલીયા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કાર્યરત હતા અને લોકોના પ્રશ્નોને વાચા આપતા હતા. તેમના અવસાન બાદ હવે પક્ષે આ બેઠક પર નવા ચહેરા તરીકે રિદ્ધિબેન રાજભાઈ હોથીને ટિકિટ આપી છે.

​સામાન્ય રીતે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે શક્તિ પ્રદર્શન અને રેલીઓનો માહોલ જોવા મળતો હોય છે, પરંતુ તેનાથી વિપરીત:​રિદ્ધિબેન રાજભાઈ હોથીએ અત્યંત સાદગીપૂર્ણ રીતે પોતાનું ફોર્મ ભર્યું હતું.​ફોર્મ ભરતી વખતે માત્ર ત્રણ થી ચાર વ્યક્તિઓ જ હાજર રહ્યા હતા.​આ પ્રસંગે સ્વ. કિશોરભાઈ ચીખલીયાના નાના ભાઈ મહેન્દ્રભાઈ ચીખલીયા ખાસ ઉપસ્થિત રહીને ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું.
​”સ્વ. કિશોરભાઈના વારસાને આગળ ધપાવવા અને સરવડ બેઠકના વિકાસ માટે પક્ષે મૂકેલા વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું.” — મહેન્દ્રભાઈ ચીખલીયા ​આ બેઠક પર કોંગ્રેસે જૂના જોગીઓના આશીર્વાદ અને નવા લોહીના ઉત્સાહ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે,

Back to top button
error: Content is protected !!