GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana:માળીયા ( મી.)નાની બરાર તાલુકા શાળાના વિધાર્થીઓને પિગી બેંક (ગલ્લા) આપી નવા સત્રની શરૂઆત

MALIYA (Miyana:માળીયા ( મી.)નાની બરાર તાલુકા શાળાના વિધાર્થીઓને પિગી બેંક (ગલ્લા) આપી નવા સત્રની શરૂઆત
માળીયા તાલુકાની નાનીબરાર તાલુકા શાળામાં આજથી શરૂ થવા દ્વિતીય શૈક્ષણિક સત્રની શરૂઆત શુભકામનાઓ રૂપી પિગી બેંક (ગલ્લા) આપીને કરવામાં આવી. આજરોજ શાળાના પહેલા જ દિવસે શાળા પરિવાર તરફથી શાળાના તમામ 101 વિધાર્થીઓને ગલ્લા આપવામાં આવ્યા. આ સાથે જ શાળાના આચાર્ય રાકેશભાઈ ફેફર દ્વારા વિધાર્થીઓને બચતના મહત્વ વિશે સુંદર સમજ આપવામાં આવી. બચત એ જીવનનો અમૂલ્ય ગુણ હોઈ વિધાર્થીઓમાં નાનપણથી જ બચતની ટેવ કેળવાય એ હેતુથી આ કાર્ય કરવામાં આવ્યાનું શાળાના આચાર્યએ જણાવ્યું હતું.










