MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા (મી.) પીપળીયા ચાર રસ્તા નજીક મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર ઈસમ ઝડપાયો

MALIYA (Miyana):માળીયા (મી.) પીપળીયા ચાર રસ્તા નજીક મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર ઈસમ ઝડપાયો
માળિયા મીયાણા શહેરમાં પીપળીયા ચાર રસ્તા પાસે મોબાઈલની દુકાનમાં થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને માળીયા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
માળિયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે ખાનગી રાહે બાતમી મળેલ કે, પીપળીયા ચાર રસ્તા પાસે મોબાઇલની દુકાનમાં ચોરીને અંજામ આપનાર ઇસમ માળીયા (મીં) ખાતે મોબાઇલ વેચાણ કરવા માટે આવવાનો છે જે બાતમીના આધારે ઇસમ ભરતભાઈ કરશનભાઈ ભાટી માંડવી જી. કચ્છવાળો આવતા પકડી તપાસ કરતા ઇસમ પાસેથી મોબાઇલ નંગ-૦૯ મળી આવતા ચોરીનો ગુનો કરેલની કબુલાત આપતા જે ઇસમની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.







