MALIYA (Miyana:માળીયા (મી.) તરઘરી ગામે ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષને સસ્પેન્ડ અને ઘર ખાલી કરાવી નાંખવાની ચાર શખ્સોએ આપી ધમકી
MALIYA (Miyana:માળીયા (મી.) તરઘરી ગામે ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષને સસ્પેન્ડ અને ઘર ખાલી કરાવી નાંખવાની ચાર શખ્સોએ આપી ધમકી
માળીયા મીયાણા તાલુકાના તરઘરી ગામે ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ મહિલા હોય અને તેમને તરઘરી ગ્રામ પંચાયતમાં અનુસુચિત જાતિના પ્રશ્નો જેમાં અનુસુચિત જાતિના સ્મશાનની જમીન બાબતે રજુઆત કરવા જતા ચાર શખ્સોએ મહિલાને અધ્યક્ષમાથી સસ્પેન્ડ કરાવી, ઘર ખાલી કરાવી નાંખવાની તથા ગામમાં નહી રહેવા દેવાની ધમકીઓ આપી હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ માળિયા તાલુકાના તરઘરી ગામે રહેતા અને હાલ મોરબીના સામાકાંઠે શીવમ હોસ્પિટલ પાછળ ભક્તિનગર સોસાયટીમાં રહેતા રશ્મીકાબેન બીપીનભાઈ પરમાર (ઉ.વ.૩૬) એ આરોપી ભાવેશભાઇ ખીમજીભાઇ સુવારીયા, પ્રકાશભાઇ પ્રેમજીભાઇ ફુલતરીયા, બળવંતભાઇ ભીખાભાઇ કુકરવાડીયા, ઘેલાભાઇ કચરાભાઇ સુવારીયા રહે.બધા તરઘરી તા.માળીયા (મીં)વાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તરઘરી ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ હોય અને ફરીયાદી તરઘરી ગ્રામ પંચાયતમાં અનુસુચીત જાતીના પ્રશ્નનો જેમા અનુસુચીત જાતીના સ્મશાનની જમીન બાબતેની રજુઆત કરવા જતા આરોપીઓ ગ્રામ પંચાયત કચેરીમાં આવી ફરીયાદી અનુસુચીત જાતીના હોવાનુ જાણતા હોવા છતા આરોપીઓ ફરીયાદીને ન્યાય સમીતીના અધ્યક્ષમાંથી સસ્પેન્ડ કરાવી નાખીશુ તેમ ઉચા ઉંચા અવાજે બોલી ફરીયાદીને ડરાવી ધાકધમકી આપી ઘર ખાલી કરાવી નાખશુ, ગામમા રહેવા નહિ દઈએ તેવી ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.