MALIYA (Miyana): માળિયાના જુમાવાડી નજીકથી શંકાસ્પદ કોલસા સાથે બે ઝડપાયા
MALIYA (Miyana): માળિયાના જુમાવાડી નજીકથી શંકાસ્પદ કોલસા સાથે બે ઝડપાયા
એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુમાવાડી પાસે જાહેર રોડની સાઈડમાં એક બોલેરોના કેરિયરમાં પ્લાસ્ટિક કોથળીમાં કોલસા ભરેલ મળી આવ્યા હતા અને બાજુમાં દરિયા તરફના કાંઠે કોલસા ભરેલ પ્લાસ્ટિકની કોથળીઓ (બાચકા) નો ઢગલો કરેલ મળી આવ્યો હતો કોલસાને દરિયામાંથી કાઢવા માટે ઉપયોગમાં લીધેલ એક બોટ સાથે નાવિક પણ હાજર મળી આવ્યો હતો જેને મુદામાલ અંગે પૂછપરછ કરતા આધાર બીલ માંગતા ગલ્લા તલ્લા કરી સંતોષકારક જવાબ આપી શક્યો ના હતો
જેથી એસઓજી ટીમે કોલસાની કુલ કોથળીઓ નંગ ૨૬૮ વજન ૫૮૪૦ કિલોગ્રામ કીમત રૂ ૨૩,૩૬૦, બોલેરો કીમત રૂ ૨ લાખ અને બોટ કીમત રૂ ૧૫ હજાર સહીત કુલ રૂ ૨,૩૮,૩૬૦ નો મુદામાલ કબજે લઈને માળિયા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો તેમજ આરોપી હારૂન સુલેમાન સાઈચા (ઉ.વ.૬૦) અને જાફર ઓસમાણ પરાર (ઉ.વ.૩૦) રહે બંને જુમાવાડી નવલખી તા. માળિયા વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે