MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા તાલુકાના નવાગામમાં રહેણાંક મકાન તથા ટ્રેકટરમાંથી દેશી દારૂ જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

 

MALIYA (Miyana):માળીયા તાલુકાના નવાગામમાં રહેણાંક મકાન તથા ટ્રેકટરમાંથી દેશી દારૂ જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

 

 

માળીયા તાલુકાના નવાગામમાં રહેણાંક મકાન તથા ટ્રેકટરમાંથી દેશી દારૂ લીટર-૧૫૧૫ કી.રૂ. ૩,૦૩,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૮, ૬૮,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.


મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સયુંકતમાં ખાનગીરાહે મળેલ બાતમીના આધારે માળીયા તાલુકાના નવાગામે રહેણાંક મકાન તથા ટ્રેકટરમાંથી દેશી દારૂનો જથ્થો રાખી તેનુ વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે તપાસ કરતા દેશી દારૂ લીટર-૧૫૧૫ કી.રૂ.૩,૦૩,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૮.૬૮,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમો ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય ચાર શખ્સો ઇરફાન મહમદહનીફ ઉર્ફે બાબો રહે.નવા ગામ તા.માળીયા (મિં), અવેશ સુભાનભાઇ કટીયા મિયાણા રહે.નવાગામ તા.માળીયા(ર્મિ), મહમદભાઇ ઉર્ફે બાબો રાયબભાઇ જેડા રહે. મોરબી રણછોડનગર મુળ નવા ગામ તા.માળીયા, ઇમરાન રાયબભાઇ જેડા રહે. મોરબી રણછોડનગર મુળ નવા ગામ તા માળીયા વાળાને ફરાર દર્શાવી કુલ-૬ ઇસમો વિરુધ્ધ માળીયા (મિ) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Back to top button
error: Content is protected !!