
તા.૨૬.૦૧.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગણતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી
ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં ૭૬ મા પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં કાર્યકારી આચાર્ય ડૉ. આશીષ મોદીના વરદહસ્તે ધ્વજવંદન અને પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યો. આ પ્રસંગે ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ એસ. આર. રાવ તથા મંત્રી ડૉ પી.એમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એન.સી.સી. ઓફિસર લેફ્ટ. ડૉ. અજિતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ એન.સી.સીના કેડેટ્સ દ્વારા રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં તેમજ પરેડ કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ એન.સી.સી અને એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ પ્રેરક વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા, સ્ટાફ અને ગ્રામજનો હજાર રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવામાં એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ બી એમ ગોહિલ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન ડૉ. વાય. પી. ઝાલા દ્વારા કરવામાં આવ્યું




