GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana)માળિયા 108ની ટીમે પ્રસુતાની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી
MALIYA (Miyana)માળિયા 108ની ટીમે પ્રસુતાની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી
માળિયા 108ની ટીમને 2 ડિસેમ્બરના રોજ રાત્રે 8-12 વાગ્યે મોટાભેલા ગામથી એક કોલ મળ્યો હતો અને પ્રસુતાને પ્રસવ પીડા ઉપડી હોવાની જાણ થઈ હતી. જેથી 108ની ટીમ તાત્કાલિક મોટાભેલા ગામે પહોંચી હતી. જ્યાં સોનલબેન ગુલાબભાઈ નામના પ્રસુતાને પ્રસવ પીડા ઉપડી હોય તેઓને 108માં લઈ જવામાં આવતા હતા. તે દરમિયાન રસ્તામાં જ 108ની ટીમે પ્રસુતાની સફળ ડિલિવરી કરાવી હતી. જેમાં ડો. કેતુલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઈએમટી પ્રવિણભાઈ મેર અને પાઈલોટ સાગ૨ભાઈએ મળીને પ્રસુતાની સફળ ડિલિવરી કરાવી હતી. ત્યારબાદ માતા અને બાળકને વધુ સારવાર માટે મોરબી લઈ જવાયા હતા.