MORBI:મોરબીના ભરતનગર નજીક પાણીની ખાઈમાં છુપાવેલ દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

MORBI:મોરબીના ભરતનગર નજીક પાણીની ખાઈમાં છુપાવેલ દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો
મોરબી એલસીબી ટીમને બાતમી મળેલ કે ભરતનગરથી ખોખરા તરફ જવાના રસ્તે આવેલ રાઘે પી.વી.સી. ઈન્ડસ્ટ્રીઝથી થોડે આગળ રોડની બાજુમાં પાણીની ખાઇમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને આ ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરવાની પ્રવૃત્તિ ચાલુ છે. જેથી એલસીબી ટીમે રેડ પાડતા ત્યાંથી બ્લેંડર પ્રાઇડ સિલેક્ટ પ્રિમીયમ વ્હીસ્કીની 96 બોટલ, બ્લેડર પ્રાઇડ રીઝર્વ કલેક્શન વ્હીસ્કીની 36 બોટલ, 8 પીએમની 71 બોટલ, વિન્ટેજ બ્લુ પ્રિમીયમ વ્હીસ્કીની 57 બોટલ, ગ્રીન લેબલ રીચ બ્લેન્ડ વ્હીસ્કીની 132 બોટલ, રોયલ ચેલેન્જર પ્રિમીયમ ડીલક્સ વ્હીસ્કીના 95 ચપલા અને કિંગ ફીશર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બિયરના 46 ટીન મળી રૂ.5,16,220નો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી ટીમે આ દારૂ-બિયરનો જથ્થો કબ્જે કરી દારૂ મોકલનાર તથા મંગાવનાર અજાણ્યા શખ્સો સામે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી. પંડયા, પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને જે.પી કણસાગરા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ રોકાયેલ હતો.









