WAKANER:વાંકાનેર મોબાઈલની દુકાનમાં IPL મેચ પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો,




WAKANER:વાંકાનેર મોબાઈલની દુકાનમાં IPL મેચ પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો,

આઈપીએલ (IPL) ની સીઝન શરૂ થતાની સાથે જ સટ્ટાખોરો મેદાનમાં ઉતરી આવ્યા છે, ત્યારે વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે સપાટો બોલાવી એક શખ્સને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.

વાંકાનેર સીટી પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને સચોટ બાતમી મળી હતી કે પ્રતાપ રોડ પર આવેલી ‘જનતા મોબાઈલ’ નામની દુકાનમાં ક્રિકેટ સટ્ટો રમાઈ રહ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી દરોડો પાડતા દુકાનમાંથી આરોપી સમીર યુનુસભાઈ ગોરી (ઉં.વ. ૩૯) ઝડપાઈ ગયો હતો.હૈદરાબાદ vs પંજાબ મેચ પર રમાતો હતો જુગાર
પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આરોપી સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી ટાટા આઈપીએલ મેચ પર હાર-જીત અને રનફેરનો જુગાર રમાડતો હતો. તે મોબાઈલ ફોન દ્વારા અજાણ્યા શખ્સો સાથે સોદા કરી રહ્યો હતો.મુદ્દામાલ અને પોલીસ કાર્યવાહી પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:રોકડ રકમ: ₹૧,૨૨૦ ,મોબાઈલ ફોન: ૧ (કિંમત ₹૫,૦૦૦)કુલ મુદ્દામાલ: ₹૬,૨૨૦ આ ગુનામાં અન્ય એક અજાણ્યા શખ્સનું નામ પણ ખુલ્યું છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વાંકાનેર સીટી પોલીસે બંને ઈસમો વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




