WAKANER:વાંકાનેરની ગ્રાન્ટેડ શાળા શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની માંડલિયા ધ્રુવી દિવ્યેશભાઈ ની ભાવિ વૈજ્ઞાનિક ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં ભાગીદારી

WAKANER:વાંકાનેરની ગ્રાન્ટેડ શાળા શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની માંડલિયા ધ્રુવી દિવ્યેશભાઈ ની ભાવિ વૈજ્ઞાનિક ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં ભાગીદારી
વાંકાનેરની ધોરણ 10 ની બહુમુખી પ્રતિભા ધરાવતી વિદ્યાર્થીની ગુજરાત રાજ્યમાં યોજાયેલા એક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક કાર્યક્રમમાં ભાગ લઈ શાળા અને વાંકાનેર શહેરનું ગૌરવ વધાર્યું છે.
માંડલિયા ધ્રુવીએ GUJCOST અને SAC–ISRO ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ isro ખાતે ના યંગ સાયન્ટિસ્ટ કાર્યક્રમ માં ભાગ લેવા માટે ગયેલ આ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ની ગ્રાન્ટેડ શાળા માંથી ફક્ત એક વિદ્યાર્થીની બહેન શ્રીમતી એલ કે સંઘવી વિદ્યાલય મ માંથી પસંદ થયેલ તે બદલ શાળા પરિવાર ,મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી , બી આર સી ભવન વાંકાનેર ખૂબ ગૌરવ ની લાગણી અનુભવે છે સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી ફક્ત 91 વિદ્યાર્થીઓ પસંદ થયેલા જેમાં ૩૨ બહેનો હતા જેમાં વિદ્યાભારતી ટ્રસ્ટની આ બહેનની પસંદગી માટે ટ્રસ્ટ મંડળ ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે . રાજ્ય સ્તરના યંગ સાઇન્ટીસ્ટ કાર્યક્રમનો હેતુ ભાવિ પેઢી ને સ્પેસ માં રસ રૂચિ વધે એવો હતો આ કાર્યક્રમ માં નિષ્ણાંત વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન, અને આઠ દિવસ સુધી
આ કાર્યક્રમ માં ધ્રુવી બેન માંડલીયા એ વિવિધ પ્રાયોગિક પ્રવૃત્તિઓ, સેટેલાઈટ મોડેલિંગ, સ્પેસ સાયન્સ વર્કશોપ, કર્યો હતો ISROના વૈજ્ઞાનિકો સાથેના પ્રતિભાવ સંવાદ સત્રો અને સ્પેસ ટેક્નોલોજીના સત્રો ભર્યા હતા .ધ્રુવીની આ સફળતા અને પસંદગી માટે ધ્રુવીના માતા પિતા શાળાના આચાર્ય શ્રી દર્શનાબેન, વિજ્ઞાન શિક્ષક અમીષાબેન વરમોરા અને લોક વિજ્ઞાન કેન્દ્રના દીપેનભાઈ ભટ્ટ નો વિશેષ આભાર માને છે આ વિદ્યાર્થી બહેનના પ્રમાણ પત્ર અને ઈનામ વિતરણ કાર્યક્રમ માં શાળાના ટ્રસ્ટના પ્રમુખશ્રી અમરશીભાઈ મઢવી ,વિનુભાઈ રૂપારેલીયા અને ટ્રસ્ટી શ્રી કલ્પેદુભાઇ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ ભાવિ સમયમાં વિજ્ઞાન ક્ષેત્રે મહાન યોગદાન આપી શકે તેવી શુભેચ્છા આપી અને બેનો માટે સાયન્સ ક્ષેત્રે સરકારે આપેલી સવલતો અને આર્થિક સહાયની વાત રજૂ કરી આ કાર્યક્રમ નો હેતુ અભ્યાસમાં સામાન્ય હોય પરંતુ બહુમુખી પ્રતિભા ધરાવતા હોય એવા વિદ્યાર્થીને શોધી અવકાશ અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધે એવો હતો. શાળા પરિવાર ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ માટે ના આ કાર્યક્રમ માટે સ્પેસ રિસર્ચ સંસ્થા (ઈસરો )અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે








