MORBI:મોરબીના જે.એ. પટેલ કન્યા છાત્રાલયના એસોસીએટ પ્રોફેસર મંજુલાબેન એમ. દેસાઈએ શિક્ષક દિવસની અનોખી ઉજવણી કરી.

MORBI:મોરબીના જે.એ. પટેલ કન્યા છાત્રાલયના એસોસીએટ પ્રોફેસર મંજુલાબેન એમ. દેસાઈએ શિક્ષક દિવસની અનોખી ઉજવણી કરી.
શિક્ષક સમાજને જ્ઞાન આપેછે, સંસ્કાર આપેછે અને રાષ્ટ્રના નિર્માણમાં મહત્વ પૂર્ણ યોગદાન આપે છે. આ વાક્યને મોરબીના જે.એ. પટેલ કન્યા છાત્રાલયના એસોસીએટ પ્રોફેસર શ્રી મંજુલાબેન એમ. દેસાઈએ સાર્થક કરી બતાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ચાલે છે જે અંતર્ગત પોષણયુક્ત કીટ આપવામાં આવે છે. જેથીટીબી ના જરૂરિયાત મંદ દર્દીઓને પોષણયુક્ત ખોરાક મળી રહે તો તેનેરોગ માંથી જલ્દીથી સ્વસ્થ થવામાં મદદ રૂપ થઈ શકે, આ કાર્ય માટે મંજુલા મેડમ નો સંપર્ક જીલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારી કલ્પેશભાઈ પાટડિયા સાથે થયો હતો ત્યાં આ અભિયાન વિષે વિસ્તૃત માહિતી મેળવી પ્રોફેસરશ્રીએ ઉમદા માનવીય અભિગમ દાખવી ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના ૦૫ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું હતું
અભિયાન અંતર્ગત સામાજીક, સેવાભાવી સંસ્થાઓ, સમાજ હિતચીંતકો માં પણ ટીબી મુક્ત ભારત અને સ્વસ્થ ભારત બનાવવા માટેની ભાવના જોવા મળી રહી છે. અને ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ સાથે તેમને મદદરૂપ થઇ રહ્યા છે.ટીબીના દર્દીઓના આરોગ્યમાં સુધારો લાવી તેઓ ટીબી મુક્ત બને તે દિશામાં અન્ય સંસ્થાઓએ, લોકોએ પણ આગળ આવી આ અભિયાનને સાર્થક કરવા સહયોગી બનવા તેમજ ટીબી મુક્ત ભારત બનાવવા શ્રી મંજુલાબેન એમ. દેસાઈએ અપીલ કરેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા, જીલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા સાહેબ, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, હેલ્થ વિઝીટર કલ્પેશભાઈ પાટડિયા એ જહેમત ઉઠાવી હતી.








