GUJARATVALSADVALSAD CITY / TALUKO
વલસાડ હેડ પોસ્ટ ઓફિસ ખાતે રક્તદાન શિબિર યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ હેડ પોસ્ટ ઓફિસના સિનિયર સુપ્રિટેન્ડન્ટ જે.આર.વશીની અધ્યક્ષતામાં વલસાડ હેડ પોસ્ટ ઓફિસ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩૫ પોસ્ટ ઓફિસના રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે ભાગ લીધો હતો અને રકતદાન કર્યુ હતું. સિનિયર પોસ્ટમાસ્ટર કે.પી.પારગી અને તેમના સ્ટાફે આ રક્તદાન શિબિર સફળ થાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવી હતી. સિનિયર સુપ્રિટેન્ડન્ટ જે.આર.વશીએ આ પ્રકારની માનવતાવાદી પહેલના કામ ચાલુ રાખી તેના થકી માનવ જિંદગી બચાવવાના અભિયાનને પ્રબળ બનાવવા આહવાન કરી આ શિબિરના આયોજનમાં સહકાર આપવા બદલ વલસાડ બ્લડ બેન્કનો આભાર માન્યો હતો.




