MORBI:મોરબી ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓનો લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યું
MORBI:મોરબી ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓનો લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યું
ગંગા સ્વરૂપ સહાય સમિતિ મોરબી દ્વારા તા ૨૪/૨/૨૪ ના રોજ સાંઈ મંદિર નવલખી રોડ પર આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિર માં દશ
(૧૦) ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓનો સમૂહ લગ્ન યોજાયો હતો જેમના ગુજરાત સરકાર ના નિયમ મુજબ મોરબી નગરપાલિકા મા લગ્ન રજીસ્ટ્રેશન થતાં તમામ દશ દીકરીઓને લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા જેથી તેઓ ને ગુજરાત સરકાર તરફથી કુંવરબાઈના મામેરા પેટે મળતી રકમ કન્યાદાન સ્વરૂપે સહાય યોજના નો લાભ લઇ શકે આ રજીસ્ટર થયેલ લગ્ન સર્ટિફિકેટ વિતરણ તા ૨૫/૬/૨૪ ના રોજ મોરબી ગંગા સ્વરૂપ સહાય સમિતિની ઓફીસમા અધ્યક્ષ શ્રી દેવકરણભાઈ આદ્રોજા ના માર્ગદર્શન હેઠળ કારોબારી સભ્યો
શ્રી રણછોડભાઈ પટેલ ,શ્રી બાલુભાઈ કડીવાર
શ્રી કષ્ટભંજન હનુમાનજી સાંઈ મંદિર ના મહંત બાબુભાઈ અને શ્રી ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ની હાજરી મા કરવામાં આવ્યા હતા તદ ઉપરાંત એક સિલાઈ મશીન ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા એક બહેનને સિવણ તાલિમ કેન્દ્રના સર્ટિફિકેટ ના આધારે
આપવામાં આવ્યું હતું તેમ સમિતિના સભ્ય શ્રી ટી સી ફુલતરિયા ની યાદી માં જણાવવામાં આવે છે