GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના શ્રી મહાલક્ષ્મી મંદિરે માતાજીનો પાટોત્સવ યોજાશે
MORBI:મોરબીના શ્રી મહાલક્ષ્મી મંદિરે માતાજીનો પાટોત્સવ યોજાશે
શ્રીમાળી બ્રાહ્મણ મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૩ ને સોમવારે શ્રી મહાલક્ષ્મી મંદિરે પાટોત્સવ દરબાર ગઢ ખાતે યોજાશે
શ્રી મહાલક્ષ્મી મંદિર, દરબારગઢ ખાતે તા. ૩ ને સોમવારે સવારે ૦૮ : ૦૦ કલાકે યજ્ઞ પ્રારંભ થશે અને ૧૦ : ૦૦ કલાકે ધ્વજા આરોહણ કરવામાં આવશે અને સાંજે ૦૩ : ૩૦ કલાકે યજ્ઞ પુર્ણાહુતી કરવામાં આવશે તે બાદ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવશે જે મહોત્સવનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા શ્રીમાળી બ્રાહ્મણ મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ મોરબીના પ્રમુખ અજયભાઈ ઓઝા, મંત્રી ભાવેશભાઈ ત્રિવેદી, ખજાનચી દર્શનભાઈ દવે તેમજ ટ્રસ્ટીઓ માર્કંડભાઈ પી શુક્લ, હરીશભાઈ એચ દવે, અલ્પેશભાઈ ડી દવે અને દર્શનભાઈ ડી દવેની યાદીમાં જણાવ્યું છે