MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં રોડ સેફ્ટી કમિશ્નર એસ.એ.પટેલની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

MORBI મોરબીમાં રોડ સેફ્ટી કમિશ્નર એસ.એ.પટેલની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

 

 

મોરબીમાં ગત તારીખ ૨૮/૦૩/૨૦૨૫ ના રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રોડ સેફ્ટી કમિશ્નર એસ.એ.પટેલની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતોથી થતા મૃત્યુની સમીક્ષા કરી જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ ના અંતે નિર્ણીત થયેલ બ્લેક સ્પોટ પર રોડ એન્જિનિયરિંગને લગતા જરૂરી સુધારા કરવા સૂચનો કરવામાં આવ્યા. ઉપરાંત સગીર વયના વિદ્યાર્થીઓને વાહન ચલાવતા અટકાવવા યોગ્ય કાર્યવાહી કરી નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા કેળવાય તે માટે જરૂરી પગલાં લેવા ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪ માં માર્ગ અકસ્માતોમાં ૧૮% ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૨માં ૨૩૫ માર્ગ અકસ્માતોની સામે વર્ષ ૨૦૨૪ માં ૧૯૧ માર્ગ અકસ્માતો નોંધાયા છે, જેથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા આર.ટી.ઓ., શિક્ષણ, આરોગ્ય, આર.&બી. અને નેશનલ હાઈવેના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!