GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:શારદા વિદ્યા મંદિર શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૬.૨૦૨૫

ગુજરાત સરકાર વતી જૂન મહિનામાં સમગ્ર રાજ્યની મહત્તમ શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે.તેને અનુલક્ષીને ગોધરા રોડ સ્થિત શારદા વિદ્યા મંદિર શાળામાં અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમમાં આજરોજ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વેકેશન બાદ શાળામાં આવતા તમામ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રતિ વધુ રુચિ તથા એકાગ્રતા જળવાય તે હેતુસર આ પ્રવેશોત્સવ થકી તેમને તિલક કરી તેમનું સ્વાગત કરવામાં આવે છે. આજના ભવ્ય ઉત્સવમાં સૌપ્રથમ પ્રાર્થના બાદ તેમનું સ્વાગત કરી તેમને ટ્રસ્ટી તથા આચાર્યના હસ્તે વિવિધ પ્રકારની ભેટ શાળા વતી આપવામાં આવી હતી. શાળાના નાના ભૂલકાઓને તેમના અભ્યાસ માટેના પ્રથમ વર્ષના ઉપલક્ષ્યમાં તેમને વિદ્યાર્થી કીટ આપવામાં આવી હતી. શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને અભ્યાસના મહત્વ તથા તેની ઉપયોગીતા વિશેની માહિતી આપી તેમનું અભિવાદન કર્યું હતું. આમ શાળાના ટ્રસ્ટ, આચાર્ય શિક્ષક ગણ તથા વિદ્યાર્થીઓએ મળીને આ હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી હતી.

Back to top button
error: Content is protected !!