GUJARATMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ નાં ના ટીકર ગામે ખાણ ખનીજ વિભાગની રેડ!બે કરોડથી વધુ મુદ્દામાંલ જપ્ત!

Halvad:હળવદ નાં ના ટીકર ગામે ખાણ ખનીજ વિભાગની રેડ!બે કરોડથી વધુ મુદ્દામાંલ જપ્ત!

 

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં ઘણા સમયથી ખનીજ ચોરીમાં તંત્ર ની નિષ્ક્રિયતા જોવા મળી હતી પણ હાલમાં પાંચેક વર્ષ થી ખાણ ખનીજ વિભાગ સક્રિય છે અને ખનીજ ચોરી પકડીને દંડનીય કાર્યવાહી કરે છે આવી એક રેડ ટીકર ગામે કરી છે જ્યાં મોટી રકમનો મુદામાલ કબ્જે કરીને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

Oplus_131072

પ્રાપ્ત થયેલી વિગત મુજબ -મોરબી ખાણ-ખનીજ વિભાગના ભુસ્તર શાસ્ત્રી અધિકારી જે. એસ. વાઢેરની સુચનાથી અને માર્ગદર્શન હેઠળ તેમની ક્ષેત્રીય ટીમનાં રોયલટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને માઇન્સ સુપરવાઇઝર મિતેષ ગોજીયા દ્વારા હળવદ તાલુકાના ટીકર ગામમાં ખનીજચોરી બાબતે ફરિયાદો મળતા ત્યાં રેડ કરી હતી જ્યાંથી ચાર એક્સકેવેટર મશીનો (૧) HYUNDAI કંપનીનાં એસ્કેવેટર મશીન સિરિયલ નંબર HNDQ401AE0002588 જેના ઓપરેટર જીલાભાઈ મુન્નાભાઈ ભરવાડ રે. મિયાણી તાલુકા હળવદ જી મોરબી અને માલિક ગાંડાભાઈ રેવાભાઈ ઝાપડા રે. નાના કેરાળા તા.વઢવાણ જી. સુરેન્દ્રનગર (૨) HYUNDAI મશીન સિરિયલ નં HYNDQ402JE0000947 જેના ઓપરેટર અને માલિક સબીરભાઈ અકબરભાઈ સંઘી રે. ટીકર તા. હળવદ જી. મોરબી (૩) HYUNDAI મશીન સિરિયલ નં HYNDQ402AE0001333 જેના ઓપરેટર મનીષકુમાર હરદેવરાય યાદવ રે. સિરસિયા જી. મોતીધરી રા. બિહાર અને માલિક વશરામભાઇ છગનભાઈ ખોખાણી રે. નાના કેરાળા તા. વઢવાણ જી. સુરેન્દ્રનગર (૪) HYUNDAI મશીન સિરિયલ નં Q402D00508 જેના ઓપરેટર પપ્પુ હરિરામ યાદવ રહે. ગીરોના તા થાના જી દરબંગા રા બિહાર અને માલિક સોલંકી નિર્મળસિંહ રણજીતસિંહ રે નાના કેરાળા તાલુકા વઢવાણ જી સુરેન્દ્રનગર અને આ ચાર મશીનો દ્વારા ગેરકાયદેસર ખનન કરેલ સાદીરેતી વહન કરવા હેતુ સ્થળેથી બે ડમ્પર (૧) GJ32T3077 ચાલાક મુકાભાઈ મુન્નાભાઈ ભરવાડ રે. મિયાણી તાલુકા હળવદ માલિક રૈયાભાઈ કાળુભાઇ ઝાપડા રે. નાના કેરાળા તા વઢવાણ (૨) ડમ્પર નં GJ13AW9079 ચાલાક હરિસિંગ રાવત અને માલિક રણજીતસિંહ મધુભા સોલંકી રે. નાના કેરાળા તાલુકા વઢવાણ. ઉક્ત ચાર હ્યુન્ડાઇ કમ્પનીનાં મશીનો અને બે ડમ્પરોને ગેરકાયદેસર સાદિરેતી ખનીજનાં ખોદકામ કરી વહન કરવા બદલ સીઝ કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મુકવામાં આવેલા છે તેમજ નિયમોનુસાર આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. અહીં એ વાત જણાવી દઈએ કે આ ખનિજ પરીવહન માં રોકાયેલા વાહનો નું જીપીએસ સિસ્ટમ લગાવવું ફરજિયાત છે તો લગાવ્યું છે કે કેમ તે પણ અલગથી તપાસ કરીને જીપીએસ સિસ્ટમ લગાવવા ની કામગીરી કરવી જોઈએ.

Back to top button
error: Content is protected !!