GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં બાર એસોસિએશન સાથે બેઠક યોજતા કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા

 

MORBI:મોરબીમાં બાર એસોસિએશન સાથે બેઠક યોજતા કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા

 

 

જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ત્રિકમ છાંગાની પ્રેરક ઉપસ્થિતિ

મંત્રીશ્રી કૌશિક વેકરિયાએ મોરબીમાં ગુજરાત ગેસ કચેરીની મુલાકાત લીધી; કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો

મોરબીમાં કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમકલ્સ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો રાજ્યમંત્રીશ્રી કૌશિક વેકરિયા મોરબી જિલ્લાની મુલાકાતે છે. તેમણે મોરબી કલેકટર કચેરી ખાતે જિલ્લા બાર એસોસિએશનના પદાધિકારી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મોરબી પ્રભારી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમ છાંગા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીશ્રીએ કૌશિક વેકરીયા જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં તમામ નાગરિકોને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મંત્રીશ્રીએ તમામ પ્રશ્નોને અને ખૂટતી કડીઓને પરિપૂર્ણ કરવા કટિબદ્ધતા દર્શાવી હતી.

મોરબી પ્રભારી મંત્રીશ્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે જિલ્લાના કાયદા નિષ્ણાતોના પ્રશ્નો સાંભળવા સરકારના પ્રતિનિધિ તરીકે કાયદા મંત્રીશ્રી જિલ્લામાં આવે તે ખૂબ જ મહત્વની બાબત છે. સમાજને કાયદાકીય નેતૃત્વ પૂરું પાડવામાં તેમજ તેમની સામાજિક ઉન્નતી માટે વકીલો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

મંત્રીશ્રી કૌશિક વેકરીયાએ મોરબી જિલ્લામાં ગુજરાત ગેસ કચેરીની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે કચેરીના પરિસરની મુલાકાત લઇ તેના કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો હતો. કંટ્રોલ રૂમ સહિતની મુલાકાત લઇ કંપનીના વહીવટી માળખા તેમના ધ્યેય કામગીરી તથા પર્યાવરણ જાળવણી માટે કયા પગલાં લેવામાં આવે છે સહિતની બાબતો અંગે માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ કચેરીના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

મોરબી બાર એસોસિએશન સાથેની બેઠકમાં એસોસિએશનના પદાધિકારીઓ દ્વારા જિલ્લામાં નિર્મળા દિનની કામગીરીમાં ઝડપ લાવવા તથા તેના પ્લાનિંગમાં અમુક સુધારા કરવા, મોરબીમાં ગ્રાહક સુરક્ષા કોર્ટ ફરી શરૂ કરવા તથા સિરામિક ઉદ્યોગને ધ્યાનમાં રાખીને મોરબીમાં નેગોસીએબલ કોર્ટ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

આ દરમિયાન મંત્રીશ્રી સાથે કાયદા સચિવશ્રી ઉપેન્દ્ર ભટ્ટ, અધિક નિવાસી કલેકટરશ્રી એસ.જે. ખાચર, મોરબી આસિસ્ટન્ટ ચેરિટી કમિશ્નરશ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, મોરબી બાર એસોસિએશનના પ્રમુખ સહિત પદાધિકારીશ્રીઓ, ગુજરાત ગેસના સર્કલ હેડશ્રી ડો. કમલેશ કણજારીયા અને અધિકારીઓ/કર્મચારીઓ તથા અગ્રણીશ્રી જયંતીભાઈ રાજકોટિયા અને નરેન્દ્રસિંહ ઝાલા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!