MORBI:મોરબીમાં કેન્દ્ર સરકારની વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવા માટે મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ!

MORBI:મોરબીમાં કેન્દ્ર સરકારની વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવા માટે મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ!
(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર મોરબી)
રીફોર્મ કરીને નવી વિકસિત ભારત ગેરંટી ફોર રીફોર્મરોજગાર એન્ડ આજીવિકા મિશન એટ્લે કે વીબી-જી રામ-જી (VB-G RAM G) યોજના અમલમાં મૂકવામાં આવેલ છે ત્યારે આ નવી યોજનાથી તેના લાભાર્થીઓને શું ફાયદો થવાનો છે? તેની માહિતી આપવા માટે મોરબીમાં રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના જેને સહુ કોઈ માનરેગાના નામથી જાણે છે તેનું રીફોર્મ કરીને કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત અને આધુનિક મોડલ સાથે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટ્લે કે વીબી-જી રામ-જી યોજના અમલમાં મૂકી છે. જેની માહિતી આપવા માટે આજે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા, મોરબી જિલ્લાના ડીડીઓ નવલદાન ગઢવી સહિતના હાજર રહ્યા હતા.
ત્યારે મંત્રી ત્રિકમ છાંગાએ પત્રકારોને જણાવ્યુ હતું કે, દેશમાં મનરેગા યોજના વર્ષ-૨૦૦૫ માં શરૂ કરવામાં આવીછે અને જેની નામ બદલાવીને સરકારે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટ્લે કે વીબી-જી રામ જી નામ કર્યું હતું ત્યારે તેના નામને લઈને ખોટી કાગારોળ કરવામાં આવી રહી છે. પરંતુ આ યોજનામાં કરવામાં આવેલા ફેરફારોથી તેના લાભાર્થીઓને શું ફાયદો થવાનો છે? તેની કોઈ માહિતી આપતા નથી.વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, જૂની યોજનામાં લાભાર્થીને ૧૫ દિવસે વેતન મળતું હતું હવે તેઓને દર અઠવાડિયે વેતન આપવામાં આવશે અને અગાઉ વર્ષમાં માત્ર ૧૦૦ દિવસ રોજગારી મળતી હતી હવે ૧૨૫ દિવસ રોજગારી મળશે અને રાજ્ય સરકારીના ૬૦ દિવસ ગણીએ તો કુલ ૧૮૫ દિવસ સુધી વર્ષમાં રોજગારી મળશે. આટલું જ નહીં અગાઉ જૂની યોજનામાં માત્ર જોબ કાર્ડ જ બનાવવામાં આવતા હતા અને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો હવે મોબાઈલ અને જીપીએસ આધારિત મોનિટરિંગથી લાભાર્થીના કામની દેખરેખ રાખવામા આવશે જેથી ભ્રષ્ટાચાર બંધ થશે.અંતમાં તેઓએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત-૨૦૪૭ નાં વિઝન સાથે સરકાર કામ કરી રહી છે ત્યારે છેવાડાના માનવીની પણ ચિંતા કરીને આ યોજનાને રીફોર્મ કરવામાં આવેલ છે તેવા સમયે વિપક્ષ દ્વારા મનરેગાને ખતમ કરવાની ખોટી વાતોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ હક્કિત એ છે કે વીબી-જી રામ-જી યોજાનાથી ગામડાનો વિકાસ થશે અને ખરેખર જરૂર છે તેવા મજૂરોને વધુ કામ મળશે. આ તકે ભાજપના નિર્મલભાઈ જારીયા, અરવિંદભાઇ વાસદડિયા, સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.







