GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઝૂલતાપુલ અને ગામતળ સહિતના પ્રશ્નો બાબતે કલેકટર તંત્રની કામગીરી બાબતે સવાલો ઉઠાવતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી

MORBI:મોરબી ઝૂલતાપુલ અને ગામતળ સહિતના પ્રશ્નો બાબતે કલેકટર તંત્રની કામગીરી બાબતે સવાલો ઉઠાવતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી

 

મોરબી : વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજકોટના અગ્નિકાંડને લઈ ઉપવાસ આંદોલન છેડયા બાદ હવે વડોદરાના હરણીકાંડ તેમજ મોરબીના ઝૂલતા પુલનો પ્રશ્ન હાથ ઉપર લઈ મંગળવારે મોરબી ગજાવી જિલ્લા કલેકટરને રજુઆત કરવા દોડી જઇ સાથે સાથે ગરીબ અને મધ્યમવર્ગને ગામતળના પ્રશ્નોને લઈ સરકાર જમીન ફાળવણી કરતી ન હોવાના આરોપ સાથે જિલ્લા કલેકટર મોરબીને થોકબંધ રજુઆત કરી મોરબી કલેકટર તંત્ર ખાડે ગયું હોવાના આરોપ લગાવતા ચકચાર જાગી છે.

Oplus_0

ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું હતું કે, મોરબી કલેકટર કચેરી બહાર બબ્બે વર્ષથી ગરીબ પછાત વર્ગના નાગરિકો ઘરથાળના પ્લોટ માટે આંદોલન કરી રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, સાથે જ સાથણીની જમીન ગરીબ લાભાર્થીને આપવાને બદલે ખાણની લિઝ માટે નઘરોળ તંત્રએ આપી દીધી છે ત્યારે સમગ્ર રાજ્યમાં આવું કલેકટર તંત્ર તેમને જોયું ન હોવાનો આરોપ લગાવ્યો હતો.

Oplus_0

કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીએ ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી અને તેમની માંગણીઓને સમર્થન જાહેર કર્યું હતું તો આજે અનુ.જાતીના પરિવારની પ્લોટની માંગણીઓ તેમજ માળિયા હળવદ ખેડૂતોના વળતર મામલે કલેકટરને રજૂઆત કરી હતી જેમાં મોરબી અનુ.જાતી પરિવાર જે પ્લોટ માંગણી સાથે ધરણા પર બેસેલ હોય તેને સાથે રાખી કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી તે ઉપરાંત માળિયા હળવદ ઇલેક્ટ્રિક વીજલાઈન મામલે ખેડૂતોને પુરતું વળતર મળે અને સાથે જ સાથણીની જમીન મુદે રજૂઆત કરવામાં આવી હતી અને દલિત સમાજ તેમજ અન્ય ગરીબ વર્ગના ગામતળ, સાથણી સહિતના પ્રશ્નો હોવાનું સામે આવતા મંગળવારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મોરબી કલેકટર તંત્રને ઢંઢોળ્યું..

Back to top button
error: Content is protected !!